વાંકાનેર તાલુકાના ભલગામ નજીક રામદેવપીર મંદિર પાસેથી પસાર થતાં આધેડને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા તેમને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેમનું મોત થયું હતું. બનાવ બાદ અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન લઈને નાશી ગયો હતો, જેથી હાલ મૃતકના દીકરાની ફરિયાદ પરથી પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભલગામ નજીક આવેલ રામદેવપીરના મંદિર પાસેથી પસાર થતા સાજણભાઈ માણસુરભાઈ ખરા(રહે. દરેડ, જામનગર)નામના આધેડને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધા હતા જેમાં તેમને માથામાં અને શરીરને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું…
બનાવ બાદ અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી ગયો હોય જેથી બનાવ અનુસંધાને મૃતક આધેડના દીકરા નિકુલભાઇ સાજણભાઈ ખરાની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0