
ગતરાત્રીના કોંગ્રેસ કાર્યાલય ખાતે બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો કોંગ્રેસમાં જોડાયા, ભાજપને ભુંડી રેતી પરાજીત કરવાં યુવાનોનો હુંકાર….
ગુજરાત વિધાનસભાની આગામી ચુંટણીમાં વાંકાનેર બેઠક પર ભાજપને મોટો ફટકો પડ્યો છે, જેમાં વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના યુવાનો ગઈકાલે વાંકાનેર કોંગ્રેસ કાર્યાલય ખાતે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઇ અને આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મહંમદજાવેદ પીરઝાદાને ટેકો જાહેર કરતા ખળભળાટ મચી ગયો છે…


બાબતે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાંકાનેર કોંગ્રેસ કાર્યાલય ખાતે ગઇકાલે વાંકાનેર શહેર અને તાલુકા ક્ષત્રિય યુવા સંગઠનના સહયોગથી એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર શહેર અને તાલુકામાંથી બહોળી સંખ્યામાં ક્ષત્રિય અને સર્વ સમાજના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ તકે તમામ યુવા કાર્યકર્તાઓએ વાંકાનેર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મહંમદજાવેદ પીરઝાદાને ટેકો જાહેર કરી સંપૂર્ણ તાકાત સાથે જંગી બહુમતીથી વિજયી બનાવવા સાથે જ ભાજપને ભુંડી રેતી હરાવવા આહવાન કર્યું હતું…

વાંકાનેર કોંગ્રેસ કાર્યાલય ખાતે મળેલી ગઈકાલની બેઠક બાદ વાંકાનેરના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. જેમાં વર્ષોથી ભાજપને વફાદાર રહેલા એક સમાજના યુવાનો નારાજ બની કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં આવતા અનેક તર્કવિતર્ક સર્જાયાં છે..

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0