સૌથી વધુ લીડ સાથે વર્ષ 2007 માં મહંમદજાવેદ પીરઝાદા અને સૌથી ઓછી લીડ સાથે વર્ષ 2017 માં પણ મહંમદજાવેદ પીરઝાદા વિજેતા બનેલ….
67-વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં અત્યારે સુધીમાં કુલ 13 ચુંટણી યોજાયેલ જેમાં સૌથી વધુ વખત આ બેઠક કોંગ્રેસના ફાળે ગયેલ છે, જેમાં માત્ર બે વખત ભાજપ અને એક વખત સ્વતંત્ર પક્ષના ઉમેદવારો આ બેઠક પર વિજેતા બન્યા છે. હાલ 2022ની વાત કરીએ તો છેલ્લી ચાર ચુંટણીઓની માફ આ વખતે પણ બંને પક્ષો દ્વારા ગત વખતેના ઉમેદવારોને ફરી ટીકીટ આપવામાં આવી છે….
આગામી ચુંટણીમાં કોંગ્રેસ દ્વારા ચાલુ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાને ફરી ટીકીટ આપી છે જ્યારે સામા પક્ષે પણ ભાજપ દ્વારા ગત વખતે પાતળી સરસાઇથી હારેલા ઉમેદવાર જીતુભાઈ સોમાણીને ટીકીટ આપવામાં આવી છે. આ વખતે ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે જેને આ બેઠક પર બહુમતી મતો ધરાવતા કોળી સમાજના ઉમેદવાર વિક્રમ સોરાણીની ટીકીટ આપી છે, જેના કારણે આ વખતે ત્રિપાંખિયો જંગ જામ્યો છે…
67-વાંકાનેર બેઠક પર અત્યાર સુધીમાં યોજાયેલ ચુંટણીના પરિણામો….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0