વાંકાનેર તાલુકાના માટેલ ગામ ખાતે રહેતા એક આધેડ શખ્સે આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરતા કેટલાક શખ્સોને દારુ વેચવાની નાં પાડી હોય જે બાબતનો ખાર રાખીને દસ જેટલા આરોપીઓએ આધેડનું અપરહણ કરી, માર મારીને, જાતી પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે જે બનાવની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાઈ છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામ ખાતે રહેતા નારણભાઈ છગનભાઈ ચાવડાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી મયાભાઈ કોળી (રહે-માથક)એ તેની સાથેના અજાણ્યા ચાર માણસોએ એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચી ફરિયાદી નારણભાઈ ચાવડાએ અગાઉ આરોપીને દારૂ વેચવાની નાં પાડેલ હોય જેનો ખાર રાખી ફરિયાદીને સફેદ કલરની ગાડીમાં બેસાડી અપહરણ કરી,
ફરિયાદી નારણભાઈને ઢીકા પાટુંનો માર મારી સીમ વિસ્તારમાં ઉતારી આરોપી મયાભાઈએ લોખંડના પાઈપ તથા અન્ય ચાર અજાણ્યા માણસોએ ધોકાઓ વડે ફરિયાદી નારણભાઈને માર મારી જાતી પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તથા આરોપી કેહરજામાં કોળી, બળદેવ કેહર કોળી, જીતું વશરામ કોળી, છગન હકા કોળી,
મહેશ તીદાકોલી (રહે-પાંચેય માટેલ) વિરુદ્ધ ફરિયાદીએ આગાઉ પોલીસ ફરિયાદ કરેલ હોય જેનો ખાર રાખી ગાળો આપી જાતી પ્રત્યે હડધૂત કરી ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે.
બનાવની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ એસ.સી./ એસ.ટી સેલ ડીવાયએસપી ચલાવી રહ્યા છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Hpo1NX3xfPNGBiOIH1pAjL