વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામ ખાતે આવેલ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે કબ્જો કરનાર ત્રણ શખ્સો સામે ગામના જાગૃત નાગરિકની ફરિયાદ બાદ વાંકાનેર મામલતદાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામ ખાતે આવેલ સરકારી જમીનમાં દબાણ કર્યા હોવાની આ જ ગામના જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી જેના આધારે વાંકાનેર મામલતદાર દ્વારા તપાસ કરતા આગાભી પીપળીયા ગામનાં આરોપી મનજીભાઈ રાયમલભાઈ જખાણીયાએ સરકારી જમીન ઉપર મકાન બનાવી લીધું હોય અને અન્ય આરોપી જીતુભા ભરતસિંહ જાડેજા તથા પમાભાઈ દેવશીભાઈ પરમારે પણ સરકારી જમીન ઉપર દબાણ કર્યું હોવાનો ખુલાસો થયો છે…

જેના આધારે વાંકાનેર મામલતદાર ઉત્તમભાઈ વિનયભાઈ કાનાણી દ્વારા ફરિયાદી બની ઉપરોક્ત ત્રણેય આરોપીઓ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમની જોગવાઈ મુજબ લેન્ડ ગ્રેબિંગ હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

error: Content is protected !!