વાંકાનેર તાલુકાના મેસરીયા ગામની સીમમાં આવેલ તળાવ પાસે આવેલ એક ઓરડીમાં મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે દરોડો પાડી એક શખ્સને ગેરકાયદે દેશી હાથ બનાવટની એક પીસ્તોલ અને બે જીવતા કાર્ટીસ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસ.ઓ.જી. પોલીસ ટીમ વાંકાનેર નજીક પેટ્રોલીંગમાં હોય દરમિયાન પીઆઇને મળેલ ચોક્કસ ખાનગી બાતમી આધારે વાંકાનેર તાલુકાના મેસરીયા ગામના તળાવ પાસે આવેલ ઓરડીમાં દરોડો પાડતાં ત્યાંથી એક દેશી બનાવટની પીસ્તોલ મળી આવી આવી હતી જેથી પોલીસે સ્થળ પરથી આરોપી રહીમભાઇ રાયધનભાઇ મોવર (ઉ.વ. ૩૮, રહે. વીશીપરા, રેલ્વેસ્ટેશન પાસે, વાંકાનેર)ને દેશી બનાવટની એક પીસ્તોલ તેમજ જીવતા બે જીવતા કાર્ટીઝ સહિત કુલ રૂ. 10,200 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

મોરબી એસ.ઓ.જી. ટીમની આ સફળ કામગીરીમાં ઇન. પીઆઇ એમ. પી. પંડ્યા, પીએસઆઇ કે.આર.કેસરિયા, એએસઆઇ રણજીતભાઇ બાવડા, હેડ કો. રસિકભાઈ કડીવાર, સબળસિંહ સોલંકી, શેખભાઈ મોરી, મહાવીરસિંહ પરમાર, કો. સતિષભાઈ ગરચર, કમલેશભાઈ ખાંભલીયા, ભાવેશભાઈ મિયાત્રા, અંકુરભાઈ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…


વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0
