ઈસુદાન ગઢવી AAPના CMનો ચહેરો : AAPના સર્વેમાં 16.48 લાખ લોકોએ ભાગ લીધો, 73%ની પસંદ ઈસુદાન…
આમ આદમી પાર્ટીએ (AAP)એ આખરે મહાસર્વેના પરિણામની સાથે ઈસુદાન ગઢવીને આગામી વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કર્યા છે. AAPના સર્વેના પરિણામોની શુક્રવારે અમદાવાદમાં જાહેરાત કરતા પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ઈસુદાનને ગુજરાતની જનતા પાસે કરાવાયેલા સર્વેમાં 73 ટકા મત મળ્યા છે. આ સર્વેમાં ગુજરાતના 16.48 લાખ લોકોએ ભાગ લીધો હતો. આ એક પરિવર્તનની ક્ષણ છે અને ગુજરાતની જનતા પણ હવે પરિવર્તન માગી રહી છે. પંજાબની જેમ અમે ગુજરાતમાં પણ જનતા પાસેથી અભિપ્રાય મેળવીને AAPના મુખ્યમંત્રીપદના ચહેરાનો નિર્ણય લીધો છે..
કેજરીવાલે કહ્યું કે આજે ગુજરાતના ઈતિહાસ માટે મહત્વનો દિવસ છે. અમે લોકોની વચ્ચે જઈએ છીએ. 27 વર્ષ સુધી કોઈ વિકલ્પ નહોતો. આજે ગુજરાત પરિવર્તન તરફ જઈ રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સંબંધો હતા. આજે એક નવો વિકલ્પ મળ્યો છે.આમ આદમી પાર્ટી નવી પાર્ટી છે. નવું એન્જીન છે અમે રૂમમાં બેસી નક્કી નથી કરતા કે સીએમ કોણ હશે. પંજાબના જનતાએ સીએમ ઉમેદવાર નક્કી કર્યા છે. ગુજરાતમાં લાગી રહ્યું છે છે કે આમ આદમી પાર્ટી આવી રહી છે. ગુજરાતમાં દરેક સરવે ખોડા પડશે અને આમ આદમી પાર્ટીની સરકાર બનશે.16.48 લાખ લોકોએ સરવેમાં મત આપ્યો અને ઈસુદાન ગઢવીને 73 ટકા મત મળ્યા છે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0