ગઈકાલે વાંકાનેર તાલુકાની શ્રી લાલપર પ્રાથમિક શાળાના 67 માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તા. 19/10/1955 થી કાર્યરત શ્રી લાલપર પ્રાથમિક શાળામાં 67 વર્ષ બાદ પ્રથમ વખત શાળાના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં વાકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વોરાસાહેબ ઉપસ્થિત રહ્યા હતા…
આ તકે શાળાના ભૂત પૂર્વ વિદ્યાર્થી જેઓએ શાળાની સ્થાપના વખતે પ્રવેશ મેળવેલ તેવા ત્રણ પુર્વ વિદ્યાર્થીઓ જે હાલ ગામમાં હયાત હઘય તેમનું સન્માન કરવામાં આવ્યું હતું, સાથે જ ગામના વિદ્યાર્થી શેરસિયા અયાજ જેણે આ વર્ષે નીટની પરીક્ષામાં 610 ગુણ પ્રાપ્ત કર્યા હોય તેનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતો, જેમાં લાલપર ગામના સરપંચ, સહકારી મંડળીના સભ્યો, એસ.એમ સી ના સભ્યો તથા ગામના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ ક્રાયક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી સુરેશકુમાર પ્રજાપતિ, શિક્ષક નિઝામુદ્દીનભાઈ શેરસીયા, પંકજભાઈ અને સમીરભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0