મોરબી જિલ્લા કલેક્ટર જી. ટી. પંડ્યા દ્વારા દિવાળી તહેવાર નિમિત્તે ફટાકડા ફોડવા અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે ઓછા એમિશન ઉત્પન્ન કરે છે, તેના ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવામાં આવેલ છે. આ સિવાયના તમામ પ્રકારના ફટાકડાનાં ઉત્પાદન અને વેચાણ પર નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલ હોઈ તેમનું ઉત્પાદન કે વેચાણ કરી શકાશે નહી…

ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોવાથી તથા વધુ પ્રમાણમાં હવાનું પ્રદૂષણ અને ઘન કચરો પેદા કરતા બાંધેલા ફટાકડા પર નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામા આવેલ હોઈ તેને રાખી કે ફોડી શકાશે નહી તથા તેનું વેચાણ કરી શકાશે નહી…

ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ દ્વારા કરવાનું રહેશે. આ વેપારીઓએ નામદાર સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ પરવાનગી આપવામાં આવેલ ફટાકડાઓનું જ વેચાણ કરવાનુ રહેશે. ઉપરાંત તમામ ઈ-કોમર્સ વેબસાઈટને ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકેલ છે. ફટાકડા બનાવવા માટે બેરીયમનાં ઉપયોગ પર નામદાર સુપ્રિમ કોર્ટે પ્રતિબંધ મુકેલ હોઈ તેનો ઉપયોગ કરી શકાશે નહી. દિવાળી તથા અન્ય તહેવારોમાં ફટાકડા રાત્રે ૮.૦૦ થી ૧૦.૦૦ કલાક સુધી જ ફોડી શકાશે. નુતન વર્ષના તહેવાર દરમિયાન ફટાકડા રાત્રે ૨૩.૫૫ કલાકથી ૦૦.૩૦ કલાક સુધી જ ફોડી શકાશે. હાનિકારક ધ્વની પ્રદુષણ રોકવા માટે માત્ર Petroleum and Explosives Safety Organization (PESO) દ્વારા અધિકૃત બનાવટ વાળા અને માન્ય ધ્વનિ સ્તર(DECIBETLEVEL) વાળા જ ફટાકડા વેચી/વાપરી શકાશે…

હોસ્પિટલ, નર્સિંગહોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોનો ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી. કોઈપણ પ્રકારના સ્કાય લેન્ટર્ન (ચાઇનીઝ તુક્કલ/આતશબાજી બલુન) નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહી તેમજ કોઈપણ સ્થળે ઉડાડી શકાશે નહી. સમગ્ર મોરબી જિલ્લા વિસ્તારના જાહેર રસ્તા/રોડ તથા ફુટપાથ ઉપર દારૂખાનુ, ફટાકડા, બોમ્બ, રોકેટ, હવાઈ તથા અન્ય ફટાકડા કે જેનો સમાવેશ દારૂખાનામાં થતો હોય તેવા ફટાકડા કે આતશબાજી કરી શકાશે નહીં.

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

error: Content is protected !!