વાંકાનેર તાલુકાના જેતપરડા ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનામાં કામ કરતી વેળાએ એક લોડર ચાલકે વાહન બેફિકરાઈથી રિવર્સમાં લઇ એક શ્રમિક યુવાનને હડફેટે લીધો હતો જેમાં યુવાનને ગંભીર ઈજાઓ થતાં તેનું મોત થયું હતું જેથી આ બનાવની વાંકાનેર સિટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જેતપરડા ગામની સીમમાં આવેલ સીબેલા વિટ્રીફાઈડ કારખાનામાં કામ કરતી વેળાએ એક લોડર વાહન નં. GJ 36 S 1959ના ચાલક જસ્મીનભાઈ શાંતિભાઈ ભાલોડીયાએ પોતાનું લોડર બેફિકરાયથી ચલાવીને રિવર્સમાં લેતી વેળાએ પિન્ટુભાઇ રામજીભાઈ પટેલ (ઉ.વ. 19)નામના યુવાનને હડફેટે લેતા તેને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં તેનું મોત થયું હતું.‌..

ઉપરોક્ત બનાવ અનુસંધાને ફરિયાદી મલયભાઈએ લોડર ચાલક સામે વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

error: Content is protected !!