વાંકાનેર તાલુકાના લાકડધાર ગામ ખાતે આવેલ એક બીનખેતી કરેલ માલીકીની જમીનમાં આજ ગામના એક શખ્સે ગેરકાયદેસર કબ્જો જમાવી ખેતી કરતાં મોરબીના જમીન માલીકે બાબતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લાકડધાર ગામના રેવન્યુ સર્વે નંબર 176 પૈકી 1ની જમીન ધરાવતા સુનીલભાઇ અમરશીભાઇ પટેલ(રહે. રવાપર રોડ, મોરબી)ની માલિકીની જમીનમાં કારખાનું બનાવવા બીનખેતી કરતા કુલ જમીન પૈકી 3440 ચોરસ મીટર જમીન પર તેમની બાજુમાં આવેલ ખેતરના માલિકે વર્ષ 2005થી કબ્જો જમાવી આરોપી કાનાભાઇ ભલાભાઇ સરવૈયા (રહે. લાકડધાર) ખેતી કરવાનું શરૂ કરી દેતા ફરિયાદીએ બાબતે મોરબી કલેકટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અરજી કરી હતી…
જેથી પોલીસે ફરિયાદી સુનિલભાઈની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) લેન્ડ ગ્રેબિંગ કાયદો ૨૦૨૦ની કલમ-૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…..
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR