વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ એક સીરામીક કારખાનામાં છત ઉપરથી રમતા રમતા નીચે પડી જતાં ત્રણ વર્ષની બાળકીને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી, જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જેમાં તેનું મોત થયું હતું જેથી આ બનાવની વાંકાનેર પોલીસે મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ રોલેક્સ સિરામીક કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા શૈલેષભાઈ વજાભાઈ ગરાસીયાની ત્રણ વર્ષની દીકરી પૂજાબેન કારખાનામાં મકાનની છત ઉપર રમતી હતી ત્યારે ત્યાંથી રમતા રમતા નીચે પડી ગઈ હતી, જેથી બાળકીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/K5fTG3Y1GPH96hFtRmTNso

error: Content is protected !!