ગ્રીન ચોક ખાતે મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા શોભાયાત્રાને આવકારી, લોકોમાં સરબત વિતરણ કરાયું…
વાંકાનેર શહેર ખાતે આજે ગણેશ ચતુર્થી નિમિત્તે જીનપરા ચોકથી માર્કેટ ચોક સુધી વિશાળ શોભાયાત્રા સાથે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગણપતિ સ્થાપન કરવામાં આવી હતી. જેમાં લોકો દ્વારા આગામી દસ દિવસ સુધી ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે…
વાંકાનેર શહેર ખાતે શ્રી વિઘ્નહર્તા ગણેશજીની વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં શહેરના તમામ ગણપતિ પંડાલો જોડાયા હતા અને અલગ અલગ ઠેકાણે ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી. શાસ્ત્રોક્ત વિધી મુજબ ગણપતિ સ્થાપન કરી આગામી દસ દિવસ સુધી સવાર-સાંજ પૂજા અને આરતી કરી ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે જે બાદ આસ્થાભેર ગણપતિ વિસર્જન કરવામાં આવશે…
કોમી એકતાના દર્શન કરાવતા મુસ્લિમ યુવાનો, ગ્રીન ચોક ખાતે શોભાયાત્રામાં સરબત વિતરણ કરાયું…
વાંકાનેર વિસ્તારમાં તમામ સમાજના નાગરિકો હંમેશા હળીમળીને રહી અને એકાબીજાના તહેવારોમાં વિવિધ પ્રકારે કોમ એકતાના દર્શન કરાવતા રહેતા હોય છે જેમાં આજે ગણેશ ચતુર્થી નિમિત્તે શહેરના રાજમાર્ગો પર નિકળેલ ગણપતિ સ્થાપન શોભાયાત્રાને ગ્રીન ચોક ખાતે મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા આવકારી અને શોભાયાત્રામાં જોડાયેલા લોકોમાં સરબત વિતરણ કરી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K5fTG3Y1GPH96hFtRmTNso