વાંકાનેર જ નહી પરંતુ સમગ્ર મોરબી જીલ્લામાં ખુબ જ નાની વયમાં વકિલાત ક્ષેત્રે મોટી નામના મેળવનાર વાંકાનેરના યુવા એડવોકેટ એન્ડ નોટરી તથા સમસ્ત બ્રહ્મસમાજ ઉપપ્રમુખ શ્રી રાજેશભાઈ એમ. મઢવીનો આજે જન્મદિવસ છે…

મુળ કચ્છ વાગડના માખેલ ગામનાં વતની મઢવી મોહનભાઈ રામજીભાઈ પરિવાર માટે પોતાનું વતન છોડી બે દાયકા પહેલાં વાંકાનેર ખાતે સ્થાયી થયેલા અને ગુજરાન માટે મજુરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી અને પોતાના સંતાનોને ભણાવેલ જેના મીઠાં ફળ સ્વરૂપે વાંકાનેર શહેર તેમજ તાલુકાની જનતાને કાયદાનાં નિષ્ણાંત, સેવાભાવી, માનવતાવાદી વિદ્રાન નોટરી વકિલ શ્રી રાજુભાઈ મઢવી મળેલ, જેઓ હાલ ગરીબ અને અભણ લોકોને મફતમાં કાનુની સહાય પુરી પાડે છે તેમજ હિન્દુ-મુસ્લિમ એકતા કમિટીમા રહી કોમી એકતાનાં કાર્યો કરી ભાઈચારાના દર્શન કરાવી રહ્યાં છે..

રાજુભાઈ વકિલ ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્થર તરીકે સદસ્ય રહી વાંકાનેર શહેર ભાજપ ઉપ-પ્રમુખ રહી ચુક્યાં છે. આ સાથે જ તેઓ હાલ ગ્રાહક સુરક્ષા મંડળમા લિગલ એડવાઈઝર તરીકે રહી માનદ સેવા આપી રહ્યાં છે. વાંકાનેરમાં રાજગોર યુવા ગ્રૂપ, પરશુરામ યુવક મંડળ, એકતા ગ્રૂપ સહિતની સંસ્થાઓ સાથે તેઓ જોડાઈ લોક સેવાના ઉમદા કાર્યો કરી રહ્યાં છે..

આવા સેવાના ભેખધારી યુવા એડવોકેટ એન્ડ નોટરી રાજુભાઈ મઢવીને આજે તેમના જન્મદિવસ નિમિતે મોબાઈલ નંબર ૯૦૯૯૦ ૯૦૧૪૧ પર શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે…

ચક્રવાત ન્યૂઝ અને ટીમ તરફથી યુવા એડવોકેટ એન્ડ નોટરી રાજેશભાઈ મઢવીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…

error: Content is protected !!