ગઇકાલના રોજ વાંકાનેર જૈન સમાજ દ્વારા પર્વાધિરાજ પર્યુષણની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાદરવા સુદ ૧ના દિવસે ભગવાન મહાવીરના જન્મવાંચન પછી ભગવાન મહાવીરના ચાંદીના પારણા, ૧૪ સ્વપ્ના, રામણદિવડો, મેરૂ, છડી ધોકા સાથેનો ભવ્ય વરધોડો વાંકાનેર શહેરના રાજમાર્ગો પર ફર્યો હતો જેમાં જૈન સમાજના શ્રાવક-શ્રાવિકાઓ અને યુવાનોએ રંગબેરંગી સાફા બાંધી જોડાયા હતા….
આ તકે ભગવાન જન્મવાંચન વખતે વ્યાખ્યાન આપતાં સાધ્વીજી ભગવંત સમ્યકપ્રજ્ઞાશ્રીજીએ જૈન ધર્મ વિશે ઉપદેશ આપ્યા હતા. તેમજ અઠ્ઠાઇ તપની ચાર તપશ્ચર્યાઓ કરતાં તપસ્વીઓનું સાફા બાંધી સન્માન કરાયું હતું. પર્યુષણ પર્વ નિમિત્તે નિકળેલ વરઘોડામાં ૫૦૦ જેટલા જૈનો બેન્ડવાજા, ઢોલી તથા સંગીતના સથવારે વરધોડામાં જોડાયા હતા તથા દેરાસરજીએ ભગવાનને વધાવવા પાંચ પોખણા કરાયા હતાં….
આ સાથે જ વાંકાનેરમાં ચાતુર્માસ કરી રહેલા ૧૧ સાધ્વીજી ભગવંતો સાથે સંધના સેક્રેટરી રાજુભાઇ મહેતા, પ્રવિણભાઇ શાહ, ભૂપતભાઇ મહેતા, અનિલભાઇ સપાણી, પૂર્વ સાંસદ લલિતભાઇ મહેતા, નીતિસૂરી સામાયિક મહિલા મંડળના બહેનો સહિતના વરધોડામાં જોડાયા
હતા….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K5fTG3Y1GPH96hFtRmTNso