વાંકાનેર તાલુકા પોલીસ મથકે પહોંચી ગ્રામજનોએ પોલીસ અધિકારીને રજૂઆત કરી….
વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામ ખાતે છેલ્લા ઘણા સમયથી ખુલ્લેઆમ દેશી દારૂના હાટડા ચાલી રહ્યા છે, જેના કારણે ગામનો માહોલ ખરાબ થતો હોય જેથી આ બાબતે આજે કોટડાનાયાણી ગામના નાગરિકો તાલુકા પોલીસ મથકે દોડી ગયા હતા અને ગામમાં ચાલતી આ બદીઓ દુર કરવા રજૂઆત કરી હતી….
બાબતે પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા પહોંચેલા ગ્રામજનોએ પોતાની વ્યથા રજુ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી અમારા ગામમાં દેશી દારૂના હાટડાઓ ચાલી રહ્યાં છે, જેના કારણે ગામનો માહોલ ખરાબ થતો હોય જેથી કોઈપણ જાતની બીક વગર આવા હાટડા ચલાવતા અસામાજિક તત્વો સામે પોલીસ સક્રિય બને અને ગામમાંથી આવી બદીઓ દુર કરે તેવી માંગ કરી હતી….
બાબતે બપોરે રજુઆત કરવા પહોંચેલા ગ્રામજનોને હાજર ઈન. પોલીસ અધિકારી શ્રી બી. ડી. પરમાર દ્વારા તેમની રજૂઆત સાંભળી, આશ્વાસન આપી અને તાત્કાલિક બાબતે પગલાં ભરવા સ્ટાફને સૂચના આપી હતી….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl