ચક્રવાત ન્યુઝ દ્વારા લેવામાં આવેલ જીતુભાઈ સોમાણીના ઈન્ટરવ્યુનો વહિવટદાર દ્વારા ખુલાસો કરાયો….
વાંકાનેર નગરપાલિકાના જ્યાં દર વર્ષે માર્કેટ ચોક કા રાજા ગણપતિ મહોત્સવ ઉજવાય છે, તે શાખા ગ્રાઉન્ડ બાબતે આ વર્ષે વિવાદનો વંટોળ ઉભો થયો છે, જે ગ્રાઉન્ડની માંગણી સાથે પુર્વ નગરપતિ જીતુભાઈ સોમાણી ઉપવાસ પર ઉતરી ગયા છે, જેથી આ બાબતે ચક્રવાત ન્યુઝ દ્વારા તેમનું ઈન્ટરવ્યુ કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે નગરપાલિકાના વહિવટદાર પર પક્ષપાતના આક્ષેપો કર્યા હતા અને ‘ કા ગ્રાઉન્ડ જોઇએ, નહિં તો મોત ‘ ની ચિમકી ઉચ્ચારી હતી….
આ બાબતે નગરપાલિકાના વહિવટદાર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે, અમો નગરપાલિકા દ્વારા જે શાખા ગ્રાઉન્ડની માંગણી ૧). જીતુભાઈ સોમાણી, ૨). દિવાનપરા ગરબી મંડળ અને ૩). મેહુલભાઈ ઠાકરાણી એમ ત્રણ શખ્સો દ્વારા કરવામાં આવી હોય જેમાં અમો આ ગ્રાઉન્ડ ત્રણેયને સહયોગથી ગણપતિ મહોત્સવ ઉજવાય ફાળવવા તૈયાર હોય પરંતુ જીતુભાઈ દ્વારા આ બાબતે અમારા પર ખોટા આક્ષેપો કરી જનતાને ગેરમાર્ગે દોરવામાં આવે છે…
સાથે જ તેમણે જે આ ગ્રાઉન્ડ માટે અગાઉ ઠરાવની વાત કરવામાં આવી છે, તે ઠરાવની અમોએ તપાસ કરતાં આવા કોઇ ઠરાવની ઠરાવ બુકમાં નોંધ કરેલ ન હોય જેથી આ બાબત અમો ત્રણેય માંગણીદારોને અન્યાય કર્યા વગર ગ્રાઉન્ડ આપવા બંધાયેલા હોય, જેથી આ ત્રણેય સહયોગથી આ ઉત્સવ ઉજવે તે માટે અમે ગત તા. ૨૨/૦૮ ના રોજ એક મીટીંગ બોલાવી હતી,
જેમાં જીતુભાઈના ચાર પ્રતિનિધિઓ અને અન્ય બંને માંગણી દારો હાજર રહ્યા હતા અને અમે ત્રણેય પક્ષોએ સહયોગથી ધાર્મિક કાર્યક્રમ ઉજવવા રજુઆત કરતાં અન્ય પક્ષોએ સહયોગથી ઉત્સવ ઉજવવા હકારાત્મક અભિગમ દાખવ્યો હતો પરંતુ જીતુભાઈના પ્રતિનિધિઓએ અમો બાદમાં જીતુભાઈ અને અમારા સહયોગીઓ સાથે ચર્ચા કર્યા બાદ જવાબ આપીશું તેવું કહ્યું હતું, જેમાં તેમના તરફથી હજું સુધી પ્રતિ ઉત્તર આપ્યો નથી. જેથી આ બાબતે જીતુભાઈ સોમાણી દ્વારા અમારા પર ખોટા આક્ષેપો કરી જનતાને ખોટા ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl