સર્વાધિક રૂ. 11.05 લાખ બોલી સાથે મેદાન જનકસિંહ ઝાલાના ફાળે, અગાઉ ખાનગી હરાજીમાં મેદાન માત્ર રૂ. 2.55 લાખમાં વહેચાયુ હતુ, નગરપાલિકાને રૂ. 8.50 લાખનો ચોખ્ખો ફાયદો…
વાંકાનેર શહેર ખાતે વિવાદાસ્પદ રહેલ નૌમ-દશમ મેળાના મેદાનની આજે વાંકાનેર નગરપાલિકા કચેરી ખાતે જાહેરમાં ફેર કરવામાં આવી હતી જેમાં કુલ 11 પાર્ટીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને બોલી બોલવામાં આવી હતી, જેમાં લોકમેળા માટેનું મેદાન રૂ. 11.05 લાખની સૌથી ઊંચી બોલી સાથે જનકસિંહ પ્રવિણસિંહ ઝાલાને ફાળે આવ્યું હતું….
અત્રે ઉલેખનીય છે કે, દર વર્ષે આ મેદાન નગરપાલિકા ગણપતિ મહોત્સવ સમિતિને આપતું હોય જેમાં આ વર્ષે મેદાન રાજેશભાઈ ઝાલાને રૂ. 2.55 લાખની બોલી સાથે મેદાન આપવાનું હોય જેથી આ બાબતે ગેરરીતિના આક્ષેપો સાથે મેદાનની જાહેર હરાજી કરવાની માંગ પ્રદેશિક અધિકારીને કરવામાં આવતા આગાઉની બોલીઓને રદ કરી મેળાના મેદાન માટે જાહેર હરરાજી કરવામાં આવી હતી,
જેમાં આજે યોજાયેલી આ હરાજીમાં કુલ 11 પાર્ટીઓએ બોલી લગાવી હતી જેમાં સૌથી ઊંચી 11.05 લાખની બોલી જનકસિંહ પ્રવિણસિંહ ઝાલાએ લગાવતા મેળા માટેનું મેદાન નગરપાલિકા દ્વારા તેમને આપવામાં આવ્યું છે…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl