દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતાં સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વાંકાનેર પાટીદાર સમાજની નાની નાની બાળાઓ, બહેનો અને‌ યુવાનો સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ દેશભક્તિથી સભર સાંસ્કૃતિક કાર્યક્રમની જોરશોરથી તૈયારી કરી આઝાદી કા અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યા છે. વાંકાનેર પાટીદાર સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સિદસર ઉમિયાધામના ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા, સંગઠન પ્રમુખ કૌશિકભાઈ રાબડીયા અને ગૌતમભાઈ ધમસાણીયા તથા અશ્વિનભાઈ આદ્રોજા ખાસ ઉપસ્થિત રહેશે…

13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ દરમિયાન દેશભરમાં “હર ઘર ઝંડા” અભિયાન અંતર્ગત વાંકાનેર પાટીદાર સમાજના દરેક પરિવારને ત્રિરંગા ઝંડા પહોંચાડવાનું કાર્ય હાલ સમાજના યુવાનો કરી રહ્યા છે. જેમાં 12 ઓગસ્ટના રોજ વાંકાનેર શહેરના દરેક પાટીદાર પરિવારના ઘર પર દેશની આન બાન સમાન તિરંગા ફરકાવાશે તથા 14 ઓગસ્ટના દિવસે સમાજ વાડીના ભવન પર સમાજની હાજરી વચ્ચે તિરંગો ફરકાવવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વાંકાનેર પાટીદાર સમાજના પ્રમુખ અને યુવા ઉદ્યોગપતિ પ્રજ્ઞેશભાઈ પટેલ સહિતના સમાજના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!