નવા બંને સેન્ટરોના ચેરમેન તરીકે વિદ્યાર્થીઓ માટે સતત પ્રયત્નશીલ એવા મેહુલ પી. શાહની નિમણૂક : વિજ્ઞાન ક્ષેત્રે સૌરાષ્ટ્રની હરણફાળ…

સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ માટે આજે ભારત સરકારના વિજ્ઞાન પ્રસાર દ્વારા બે નવા વિજ્ઞાન સેન્ટરોને મંજૂરી અપાતા હવે સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને I.S.R.O તથા NASA સુધી પહોંચવામાં સરળતા રહેશે. જે બંને નવા સેન્ટરના ચેરમેન તરીકે વિદ્યાર્થીઓ માટે સતત પ્રયત્નશીલ એવા મેહુલ પી શાહની નિમણૂક કરવામાં આવી છે….

ભારત સરકારના વિજ્ઞાન પ્રસાર નેટવર્કના માધ્યમથી આજરોજ સૌરાષ્ટ્રમાં બે નવા સેન્ટરો માટે દિલ્લીથી મંજૂરી મળી છે, જેમાં ૧). એ .પી .જે અબ્દુલ કલામ સાયન્સ સેન્ટર અને ૨). ડો. વિક્રમ સારાભાઈ સાઇન્સ સેન્ટર ટુંક સમયમાં જ ટુંક સમયમાં કાર્યરત બની સૌરાષ્ટ્રના દરેક વિદ્યાર્થીઓને સાયન્સની સંપૂર્ણ માહિતી સાથે દરેક પ્રોજેક્ટનું પ્રેક્ટીકલ નોલેજ તથા વિદ્યાર્થીઓને ભારત સરકાર દ્વારા જે કંઈ પણ સાયન્સના પ્રોગ્રામ થાય છે,

એ દરેક પ્રોગ્રામમાં ખૂબ જ સુંદરતાથી અને સરળ રીતે ભાગ લઈ શકે તેવું સચોટ માર્ગદર્શન અને વિદ્યાર્થીઓને I.S.R.O તથા નાસા સુધી પહોંચાડવાની જવાબદારી ભારત સરકારના વિજ્ઞાન પ્રસાર તરફથી આ બંને સેન્ટરોને મળી છે. વાંકાનેર જેવા નાના સેન્ટરને આવડી મોટી જવાબદારી અપાવનાર અને નવા બંને સેન્ટરોના ચેરમેન તરીકે નિમણૂક પામેલ મેહુલ પી. શાહને તેમની આ સફળતા બદલ ચોમેરથી શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!