નકલી નોટો કૌભાંડ : રાજસ્થાનથી ઝડપાયેલ રૂ. 3.96 લાખની નકલી નોટ કૌભાંડમાં વાંકાનેરના બે શખ્સોની ધરપકડ….

0

રાજસ્થાનના ભીલવાડ ખાતે નકલી નોટોને અસલી સાથે બદલવા ગયેલ ટંકારાના મિતુલ પટેલની ધરપકડ બાદ વાંકાનેરથી બે શંકાસ્પદોને પકડી જતી રાજસ્થાન પોલીસ….

વાંકાનેર વિસ્તારમાં નકલી નોટો છાપવાનું ષડયંત્ર ચાલતું હોવાની માહિતી બહાર આવતા સમગ્ર પંથકમાં મામલો ટોક ઓફ ધી ટાઉન બની ગયો છે, જેમાં રૂ. 3.96 લાખની નકલી નોટો છાપી, આ નોટોને ટંકારાના મિતુલ પટેલ નામનો આરોપી રાજસ્થાનમાં વટાવવા જતાં રાજસ્થાન પોલીસે તેને રંગે હાથે ઝડપી લીધો હતો, જે બાદ આ સમગ્ર ષડયંત્રના તાર વાંકાનેર સાથે જોડાતા રાજસ્થાન પોલીસ વાંકાનેર ખાતે તપાસ અર્થે આવી હતી જેમાં વાંકાનેરના બે શખ્સોની ધરપકડ કરી તેઓ ગઈકાલે રાજસ્થાન રવાના થયા હતા…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજસ્થાનના ગંગરાર પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગુજરાત તરફથી આવતી એક શંકાસ્પદ ગુજરાત પાસીંગની જીપને રોકી ડ્રાઈવરનું નામ પુછતાં તે મહાવીરસિંહ સોહનસિંહ‌ રાવત(ઉ.વ.28, રહે. ભીલવાડ, રાજસ્થાન) અને તેની બાજુમાં મીતુલભાઈ હેમંતભાઈ પટેલ(ઉ.વ.28, રહે. જીવાપર, તા. ટંકારા) હોવાનું જણાવતા પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી સો રૂપિયાની 3,598 (૩૫૯૮×૧૦૦ = ૩,૫૯,૮૦૦) અને પાંચસો રૂપિયાની 73 (૭૩×૫૦૦= ૩૬,૫૦૦) એમ કુલ 3,96,300 નકલી નોટ મળી આવી હતી…

બાબતે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરતાં આરોપી મિતુલ પટેલ આ નોટો ગુજરાતના વાંકાનેર ખાતે છાપતો હોય અને જે નકલી નોટોને રાજસ્થાનમાં આરોપી મહાવીરસિંહની મદદથી અસલી નોટો સાથે બદલવા માટે આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ‌જેથી આ બનાવમાં રાજસ્થાનની ચંન્દેરીયા પોલીસ ટીમ વાંકાનેર ખાતે આરોપી મીતુલ પટેલ સાથે તપાસમાં આવી હતી,

જેમાં વાંકાનેર વિસ્તારના રાજાવડલા, ગુલશનપાર્ક(ચંદ્રપુર), અમરસર, જડેશ્વર સહિતના સ્થળોએ દરોડા પાડી સાહિત્ય કબ્જે કરી બનાવમાં શંકાસ્પદ આરોપી ઇરફાનભાઈ ઉર્ફે ઈસ્માઈલ અલીભાઈ કડીવાર (ઉ.વ. ૨૯, રહે. અમરસર) અને એજાજ ઉસ્માનભાઈ પરાસરા (ઉ.વ. ૩૦, રહે. ગુલશનપાર્ક, ચંદ્રપુર) ના નામ બહાર આવતાં બંનેની ધરપકડ કરી તપાસ અને પુછપરછ અર્થે ચંન્દેરીયા પોલીસ સ્ટેશન (રાજસ્થાન) ખાતે લઇ જઈ બનાવની વધુ તપાસ હાથ ધરી છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl