વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક ગેરેજ ચલાવતા એક યુવાન પર ત્રણ શખ્સોએ ‘ ધંધામાં કેમ આડો આવેશ ? ‘ કહી હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં યુવાનની ફરિયાદ પરથી પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક આવેલ એકે હોટલ પાસે ગેરેજ ચલાવતા અને ત્યાં જ રહેતા રીઝવાન અયુબભાઇ ખોખરએ આરોપી તોફીક આદમ લધાણી, ફીરઝાના ઉર્ફે કીરણ તોફીક લધાણી અને અરવિંદસિંહ ગોહીલ (રહે.બધા નવા ઢુવા) સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદ ઢુવા ખાતે પોતાના રૂમે હોય ત્યારે ઉપરોક્ત આરોપીઓ ત્યાં આવી અને ‘ તું અમારા ધંધામાં કેમ આડો આવેશ ? ‘ કહી ફરિયાદી પર ત્રણેય શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો…

જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદી રીઝવાન અયુબભાઇ ખોખરની ફરિયાદ પરથી ત્રણ શખ્સો સામે આઈપીસી કલમ ૩૨૩,૫૦૪,૧૧૪ જીપીએકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!