વાંકાનેર સીટી પોલીસે રખડતા ભટકતા ઓરીસ્સાના અસ્થીર મગજના યુવાનનું તેના પરિવાર સાથે પુનઃ મિલન કરાવી માનવતા મહેકાવી છે. જેમાં વાંકાનેરના થાન રોડ પર રખડતાં ભટકતાં એક અસ્થિર મગજનો યુવાન ફરતો હોય જેની જાણ વાંકાનેર સીટી પોલીસને થતાં પોલીસ આ યુવાનના પરિવારની શોધ કરી તેનું પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું હતું…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસને ફોન પર માહિતી મળી હતી કે, વાંકાનેરના થાન રોડ પર આવેલ રાજશકિત પેટ્રોલપંપ ખાતે ઓરિસ્સાનો એક અજાણ્યો માણસ ફક્ત ચડી પેહેરેલ હાલત ચડી આવ્યો હોય અને તે માનસીક બીમાર હોય તેવી વર્ધી લખાવતા, જે વર્ધી આધારે અસ્થીર મગજના માણસને વાંકાનેર સીટી પો.સ્ટે ખાતે લઇ આવતા તેની પાસેથી એક આધારકાર્ડ તથા મોબાઇલ નંબર વાળી કાપલી મળી આવી હતી જેમાં તેનું નામ કાલીચરણ નેત્રાનંદ નાયક (ઉ.વ ૩૨, ધંધો. મજુરી, રહે. હાલ સ્કાયટચ સીરામીક, પાવડીયારી, મોરબી, મુળ ગામ ગોવિંદપુર તા. ઉદાલા થાના, ઉદાલા જી.મયુરભંજ ઓરીસ્સા) હોવાનુ જાણવા મળેલ…

આ સાથે જ કાપલીમા મોબાઇલ નંબર દ્રારા તેના મામા ઉપેન્દ્ર શ્યામસુન્દર નાયક (ઉ.વ ૪૫ રહે. હાલ સ્કાયટચ સીરામીક) સંર્પક કરતા આ યુવાન તેનો સગો ભાણેજ થાય અને તેને મગજની માનસીક બીમારી હોવાનું જાણવા મળેલ, જેથી પોલીસે તેના મામા તથા સગા સંબંધીને જાણ કરી યુવાન કાલીચરણને તેના વતનમાં લઇ જવા માટે સોંપી તેના પરીવાર સાથે મિલન કરાવ્યું હતું…..

વાંકાનેર સીટી પોલીસની આ કામગીરીમા પી.આઈ. એન. એ. વસાવા, હેડ કો. યશપાલસિંહ, ભવાનસિંહ પરમાર, બળદેવસિંહ મહાવીરસિંહ જાડેજા તથા કો. જગદીશભાઇ ગાબુ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI

error: Content is protected !!