મહાનુભાવોની હાજરીમાં કોળી સમાજના તેજસ્વી તારલાઓ અને શૈક્ષણિક સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા….

વાંકાનેર શહેરની અમરસિંહજી હાઇસ્કુલ ખાતે ગઈકાલે રવિવારના રોજ ગુજરાત રાજ્યના મંત્રીશ્રી આર. સી. મકવાણા અને મહાનુભાવોની હાજરીમાં કોળી કેરિયર એકેડમી-વાંકાનેર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો જેમાં કોળી સમાજના તેજસ્વી તારલાઓ અને શૈક્ષણિક સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા….

કોળી કેરિયર એકેડેમી-વાંકાનેર દ્વારા સામાજિક અને શૈક્ષણિક જાગૃતિ અભિયાન અંતર્ગત યોજવામાં આવેલ આ સન્માન સમારોહમાં મંત્રી આર. સી. મકવાણા, મહામંડલેશ્વર 1008 મહંત રૂષિભારતી બાપુ, પરિવર્તન કોરી કેરિયર એકેડેમીના મુકેશભાઇ મકવાણા તેમજ આસપાસની તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા કોળી સમાજના સભ્યો સહિત સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા…

આ ભવ્યાતિભવ્ય સન્માન સમારોહમાં કોળી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે શિલ્ડ-સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ કાર્યક્રમમાં આગામી સમયમાં કોળી સમાજમાં શૈક્ષણિક ક્રાંતિ લાવવા માટે વિવિધ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI

error: Content is protected !!