ખેતીની કિંમતી જમીન પર કબ્જો જમાવનાર ભાભી, ભત્રીજાઓ વિરુદ્ધ મહિલાએ ફરિયાદ નોંધાવી….

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે આવેલી ખેતીની કિંમતી જમીન એક મહિલાએ પોતાની માતા પાસેથી ખરીદી કરી હતી જે જમીન પર મહિલાના સગા ભત્રીજાઓ અને ભાભીએ પચાવી પાડી, જમીન ઉપર પગ મુકશો તો જાનથી મારી નાંખશું તેવી ધમકી આપતા આ મામલે ચાર સામે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે રહેતા હનીફાબેન ગુલાબહુશેનભાઈ શેરશીયા (ઉ.વ. 40)ના મામાનું અવસાન થયા બાદ તેમના માતાએ ચંદ્રપુર ગામની સીમમાં આવેલ સર્વે નંબર 114ની ખેતીની જમીન અંગે કોર્ટમાંથી લેટર ઓફ એડમિનિસ્ટ્રેશન મેળવતા આ જમીન તેમના માતાના નામે ચાલતી હતી અને બાદમાં આ જમીન હનીફાબેને વેંચાણ દસ્તાવેજથી ખરીદી કરી હતી…

આ ખેતીની જમીન હનીફાબેને ખરીદ કરી હોવા બાબતની જાણ હનીફાબેનના ભત્રીજા એહમદહુશેન ગુલાબભાઈ શેરશીયા, ફૈજલ ગુલાબભાઈ શેરશીયા, સોયબભાઇ ગુલાબભાઈ શેરશીયા અને ભાભી રોશનબેન ગુલાબભાઈ શેરશીયા (રહે. ચારેય ચંદ્રપુર)ને થતા બે વર્ષ પહેલાં ચારેય આરોપીઓએ એક સંપ કરી હનીફાબેન અને તેમના પતિને આ જમીન ઉપર પગ નહિ મુકવા તથા જાનથી મારી નાખવા ધમકી આપી હતી…

આ બાબતે હનીફાબેને લેન્ડ ગ્રેબિંગ કમિટી સમક્ષ અરજી કરતા તેઓની અરજી માન્ય રહેતા હનીફાબેને તેમની જમીન પચાવી પાડનાર ભાભી અને ભત્રીજાઓ વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ ની કલમ ૪(૩), ૫(ગ) તથા આઇ.પી.સી.કલમ ૫૦૪, ૫૦૬(૨) ૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI

error: Content is protected !!