વાંકાનેર શહેર ખાતે આવેલ ગઢિયા ડુંગરમાં બિરાજમાન ગાત્રાળમાં મંદિર અને ગઢિયા હનુમાન દાદા મંદિર ના સાનિધ્યમાં ગઈકાલે શનિવારના રોજ સામજિક અને રાજકીય અગ્રણીઓની હાજરીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે વાંકાનેર મહારાજ શ્રી કેસરી દેવસિહજી ઝાલા હાજર રહ્યા હતા….
આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં રુખડો જે આખા ગુજરાતમા અમુક જગ્યાએ જ મળે છે, તેનું વાવેતર કરવામાં આવ્યુ હતું, સાથે સાથે ઊંબરા, કરંજ, પીપર, વડલા, બોરસલી, લીમડા વગેરે વૃક્ષોના રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ તકે ગઢિયા હનુમાન મિત્ર મંડળ વતી સમગ્ર કાર્યક્રમના ઈનચાર્જ રવિભાઈ લખતરીયા દ્વારા તમામ મહેમાનોનું સાલ અને ફુલહારથી સ્વાગત કરી ત્યારબાદ આમંત્રિત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું….
આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ વ્યાપારી સેલના સદસ્ય શૈલેષભાઈ ઠક્કર, વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ રતિલાલ અણીયારી, વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી, તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા પ્રમુખ, હિરેનભાઇ ખીરૈયા, નરેન્દ્રભાઇ પાટડિયા, પ્રજ્ઞેશભાઈ પટેલ (ચેમ્બર ઓફ કોમર્સ વાંકાનેર) સીપીઆઈ બી.પી. સોનારા, નાયબ ઈજનેર પીજીવીસીએલ મોરબીના એન.આર.હુબલ,
એસ. આર રાકજા કાર્યપાલ ઇજનેર પીજીવિસીએલ વાંકાનેર ડીવીઝન, ભુપતભાઇ છૈયા (પર્યાવરણ પ્રેમી), મોરબીના મેતાજી અલ્પેશભાઈ, પક્ષી વિદ રામદેભાઈ ભાટીયા તેમજ અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ગઢિયા હનુમાન મિત્ર મંડળના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી…..
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI