વાંકાનેર શહેરના વિશિપરા વિસ્તારમાં રહેતી એક પરિણીત જેના હજુ ચાર જ માસ પહેલા જ લગ્ન થયાં હોય તેણે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી આપઘાત કરી લીધો હતો….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના વિશિપરા ડબલ ચાલી વિસ્તારમાં રહેતા રોશનબેન હમીદભાઇ મોવર (ઉ.વ. 22) ના ગત તા.૨૭/૦૨/૨૦૨૨ ના રોજ સમુહ લગ્નમાં વાંકાનેર ખાતે રહેતા હમીદભાઈ મોવર સાથે લગ્ન થયા હોય જેમાં તેઓ વાંકાનેર ખાતે સંયુક્ત પરિવારમાં સાસુ સસરા સાથે રહેતા હતા. જે દરમિયાન ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર તેમણે પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી જીવન ટુંકાવી લીધું હતું જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI