વાંકાનેર શહેરની રહેવાસી યુવતીને એક શખ્સે લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી કચ્છના માંડવી ખાતે લઇ જઈ ત્રણથી ચાર વખત શરીર સંબંધ બાંધી બાદમાં લગ્ન માટે ઇનકાર કરી દગો આપતા આ બનાવમાં યુવતીએ આરોપી સામે વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ આ બનાવમાં ભોગ બનનાર યુવતીએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, સુલતાન નામના એક યુવાન સાથે થોડા દિવસો પૂર્વે તેનો સંપર્ક થયો હતો જે બાદ બંને મોબાઈલ પર અવાર-નવાર વાતચીત કરતા હતા, જેમાં ગત તા. ૬ જુનના રોજ આરોપી સુલતાને યુવતીને જન્મ તારીખ દાખલો, આધારકાર્ડ લઈને પોતાના ઘરેથી તેની સાથે આવી જવા કહેતા, ફરિયાદ યુવતી, આરોપી સુલતાન અને આરોપીનો મિત્ર નરેશ મોરબીના સામાકાંઠે પહોંચી બાદમાં માંડવી કચ્છની બસમાં બેસી માંડવી પહોંચ્યા હતા, જ્યાં રૂમમાં દસ દિવસ રહ્યા હોય દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે ત્રણથી ચાર વખત શરીર સંબંધ બાંધ્યા હતા…

જે બાદમાં યુવતીએ આરોપીને લગ્નનું પૂછતાં આરોપીએ જણાવ્યું હતું કે, તેની માતાએ અન્ય કોઈ સમાજ સાથે લગ્ન કરીશ તો તને અપનાવીશું નહિ તેવું કહી લગ્ન કરવાની ના પાડી હતી. જે બાદ ભોગ બનનાર, આરોપી સુલતાન અને તેનો મિત્ર નરેશ ત્રણેય માંડવીથી એસટી બસમાં બેસી મોરબી આવ્યા હતા.

જે સમગ્ર મામલાની જાણ ભોગ બનનાર યુવતીએ તેની માતાને કરતા માતા, ફુઈના દીકરા, મામા સહિતના ઓએ ફરિયાદ કરવાનું કહેતા આખરે યુવતીએ આરોપી સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સુલતાન વિરુદ્ધ આઈપીસી કલમ ૩૭૬(૨), એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…..

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI

error: Content is protected !!