હાંકલ મારો અને હાજર થાય તેવા અમારા નેતા એટલે ગુલામભાઈ પરાસરા : રાતીદેવરી જીલ્લા પંચાયત સીટના મતદારો
રાતીદેવરી જીલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસનાં ઉમેદવાર ગુલામભાઈ પરાસરા માટે ખૂબ સારૂ વાતાવરણ, ગામેગામથી સદાબહાર નેતાને પ્રચંડ જન સમર્થન…
મોરબી જિલ્લા પંચાયતની રાતીદેવરી સીટ પર કોંગ્રેસ ઉમેદવાર ગુલામભાઈ પરાસરાને પોતાના મતવિસ્તારમાં ચુંટણી પ્રચાર દરમિયાન જબ્બર આવકાર મળી રહ્યો છે. ગામે ગામના મતદારો તમને આવકારી અને જંગી બહુમતીથી વિજય બનાવવા સંકલ્પ કરી રહ્યા છે. મોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે પાંચ વર્ષ સેવા આપ્યા બાદ પણ પદ કે પ્રતિષ્ઠાની પરવાહ કર્યા વગર એક સાચા લોકસેવક તરીકે જવાબદાર સાંભળનાર કોંગ્રેસના ઉમેદવાર શ્રી ગુલામભાઈ પરાસરાને રાતીદેવરી વિસ્તારના લોકો જંગી બહુમતીથી વિજય બનાવવા સજ્જ થતા દેખાઇ રહ્યા છે….
એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા કોંગ્રેસ ઉમેદવાર ગુલામભાઈ પરાસરા હાલ ખેતી-વ્યાપાર-રોડલાઇન્સ સાથે સંકળાયેલા છે અને આ સાથોસાથ જ તેઓ મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેમની સતત અને કોઈ પણ પરિસ્થિતિમાં લોકો વચ્ચે રહી, લોકો માટે સેવા કરવાની વૃત્તિથી તેઓ એક સાચા લોકસેવક તરીકે વાંકાનેર તાલુકા અને ખાસ રાતીદેવરી સીટના મતદારોના હદયમાં સ્થાન પામ્યા છે, જે તેમનો પ્લસ પોઈન્ટ છે…
એક આર્થિક રીતે સામાન્ય પરિવારમાંથી આવી અને પોતાના પગ પર જ ઉભા થયા બાદ લાંબા સમયની મહેનતથી તેમણે રાજકીય, સામાજિક અને આર્થિક ક્ષેત્રે બહોળી પ્રગતિ કરેલ હોવા છતાં આજે પણ તેમનો સરળ સ્વભાવ બદલાયો નથી.
સમાજના દરેક નાના મોટા પ્રસંગે, લોકોના પ્રશ્ને અને મુશ્કેલીઓમાં લોકોની સાથે ઉભા રહેતા શ્રી ગુલામભાઈ પરાસરાને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાતીદેવરી સીટ પર કોંગ્રેસનો ઉમેદવાર તરીકે આ વખતે પણ જબ્બર લોક આવકાર મળી રહ્યો છે જે તમની જીતનો વિશ્વાસ અપાવે છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/JzYzUdYXsKc1fp267P5eHs
https://www.illnesscares.com/2021/02/23/%e0%aa%b6%e0%ab%81%e0%aa%82-%e0%aa%a4%e0%aa%ae%e0%ab%87-%e0%aa%9c%e0%aa%a3%e0%ab%8b-%e0%aa%9b%e0%ab%8b-%e0%aa%8f%e0%aa%95-%e0%aa%97%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be%e0%aa%b8-%e0%aa%a6%e0%ab%82%e0%aa%a7/