વાડીના શેઢેથી ઢોરને દુર લઇ જવાનું કહેતા એક શખ્સે પર વાડીને બાપની જાગીર સમજી ઉશ્કેરાઇ મહિલા ખેડૂત પર હુમલો કરી માર માર્યો….
વાંકાનેર તાલુકાનાં પાંચદ્વારકા ગામની સીમમાં આવેલ ખેતર નજીક આજ ગામનો એક શખ્સ પોતાના ઢોર ચરાવતો હઘ, જેમાં ખેડૂત મહિલાએ તેના ઢોરને વાડીથી દુર લઇ જવાનું કહેતા બાપની જાગીર સમજી ઉશ્કેરાઇ જઇ માલધારી શખ્સે મહિલાને ગાળો આપી હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં મહિલાની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાનાં પાંચદ્વારકા ગામ ખાતે રહેતા ફરિયાદી મકસુદાબેન અશરફભાઇ ખોરજીયા(ઉ.વ. ૩૨)એ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી શૈલેષ છેલાભાઇ પાંચીયા(રહે. પાંચદ્વારકા) સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીની પાંચદ્વારકા ગામની સીમમાં મારીયા વિસ્તારમાં આવેલ વાડી પાસે આરોપીના ઢોર આવી જતા ફરિયાદીએ આરોપીને તેના ઢોર લઇ લેવા કહેતા, પર જગ્યાને બાપની જાગીર સમજનાર આરોપીને આ બાબતનું સારું નહીં લગતા ઉશ્કેરાઇ મહિલાને ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી અને પોતાના હાથમા રહેલ લાકડી ફરિયાદીને સાથળના ભાગે તથા જમણા હાથમા મારી હુમલો કર્યો હતો….
જેથી આ બનાવમાં મહિલાએ આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7