વાંકાનેર ખાતે ટાંકીમાંથી નળી વડે ડીઝલ મોઢેથી ખેંચીને કાઢવા જતા ભૂલથી યુવક ડીઝલ પી ગયો હતો. જેથી યુવાનને ઝેરી અસર થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર ઢુવા નજીક રામદેવ હોટલ પાસે મોન્ટુકુમાર બાલેશ્વર ચૌધરી નામનો શખ્સ પોતાના ટ્રકની ડીઝલની ટાંકીમાંથી પાઇપ વડે મોઢેથી ખેંચી ડીઝલ કાઢતો હોય દરમ્યાન ડીઝલ પી જતા યુવાનને ઝેરી અસર થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7