રાજાવડલા ગામે લાંબા સમયથી ખુલ્લેઆમ ચાલતી ખનીજચોરીથી તગડા બનેલ ખનીજ માફીયાઓ બેફામ, રસ્તે ચાલવા બાબતે ખેડૂત દંપતિ પર પાઇપ વડે હુમલો કરી માર માર્યો….
વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામની સીમમાં છેલ્લા ઘણા સમયથી ખુલ્લેઆમ બેફામ ખનીજચોરી ચાલી રહી છે, જેના અનેક અહેવાલો અને રજુઆત બાદ પણ તંત્ર દ્વારા આ ખનીજ માફીયાઓ સામે કોઈ પગલાં લેવામાં ન આવતા આજે તગડા બનેલ ખનીજ માફીયાઓએ ખનીજ ચોરીના ડમ્પરને વાડીના રસ્તે ચાલવા બાબતે બબાલ મચાવી ખેડૂત દંપતિ પર પાઇપ વડે હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામ ખાતે રહેતા ખોરજીયા અમીભાઈ અલીભાઈ નામનો ખેડૂત અને તેમના પત્ની રૂકશાનાબેન રાજાવડલા ગામની સીમમાં આવેલ પોતાની વાડીએથી ગઈકાલે સાંજે ઘરે પરત ફરતા હોય જે સમયે ત્યાંથી પસાર થતા ખનીજ ચોરી ભરેલા ડમ્પરના ચાલકે રસ્તામાં વચ્ચે પોતાનું ડમ્પર ઉભું રાખતા ખેડૂતે આ બાબતે તેને ડમ્પર સાઈડમાં લેવા જણાવતા ડમ્પરના માલિક ખનીજ ચોર પબાભાઈ નારણભાઈ ગમારા(ભરવાડ) અને તેના ડ્રાઇવરે ડમ્પરમાંથી ઉતરી ખેડૂત દંપતિ પર લોખંડના પાઈપ વડે હુમલો કરી માર માર્યો હતો જેમાં ખેડૂત અમીભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા…
અત્રે ઉલ્લેખનીય છે કે રાજાવડલા ગામની સીમમાં છેલ્લા ઘણા સમયથી ખુલ્લેઆમ ખનીજ માફીયાઓ દ્વારા ખનીજ ચોરી કરવામાં આવતી હોય જેથી આ બાબતે અવાર-નવાર ગામના નાગરિકોએ પોલીસ, ખાણ-ખનીજ વિભાગ સહિત લગત તંત્રોને જાણ કરી હોવા છતાં મિલીભગત કે હપ્તા ખોરી હેઠળ આજ સુધી આ ખનીજ માફીયાઓ વિરુદ્ધ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેમાં ખનીજચોરીથી તગડા બનેલ આ ખનીજ માફીયાઓ દ્વારા ખેડૂત પર હુમલો કરતાં આ વિસ્તારના ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે અને ખેડૂતોએ ચિમકી ઉચ્ચારી છે કે જો જવાબદાર તંત્ર દ્વારા આ ખનીજચોરીને બંધ નહીં કરાવવામાં આવે તો તેઓ ઉપવાસ આંદોલન સહિત ખનીજચોરી પર જનતા રેડ કરી તંત્ર અને ખનીજ માફીયાઓની મિલીભગતને ઉજાગર કરશે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7