વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાની લુણસર ચોકડી પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક બાઈકચાલકને પોલીસે રોકી તલાશી લેતા તેની પાસેથી 12 બોટલ વિદેશી દારૂ મળી આવી હતી જેથી પોલીસે એક્ટિવ ચાલક યુવાનને કુલ રૂ. 23,600 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર પોલીસના લુણસર ચોકડી નજીક પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક એક્ટીવા નં. GJ 36 E 1430 ને રોકી તલાશી લેતા બાઈક ચાલક પાસેથી 12 બોટલ વિદેશી દારૂની મળી આવી હતી જેથી પોલીસે રૂ. 3,600 ની કિંમતનો વિદેશી દારૂ અને બાઈક સહિત કુલ રૂ. 23,600 ના મુદ્દામાલ સાથે બાઇક ચાલક આરોપી નવઘણભાઈ મોહનભાઈ સોલંકી (ઉ.વ. ૨૦, રહે. કાલીકા પ્લોટ, મોરબી)ની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7