વાંકાનેર તાલુકાના વધાસીયા ગામની સીમ આવેલ પાણીના પ્લાન્ટ પાસે આઠ શખ્સોએ મળી મહિલા પર લાકડી વડે હુમલો કરી માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસે મહિલાની ફરિયાદ પરથી આઠ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી સીમાબેન દીનેશભાઈ ભમરસીંગ ભાભરે વાંકાનેર સીટી પોલીસમાં આરોપી દીલીપભાઈ ઉર્ફે મેપાભાઈ કરશનભાઈ વાઢેર, કરશનભાઈ પુનાભાઈ વાઢેર, રમણીકભાઈ કરશનભાઈ વાઢેર, કલાભાઈ પુનાભાઈ વાઢેર, ભરતભાઈ ખેંગારભાઈ વાઢેર, જયેશભાઈ ખેંગારભાઈ વાઢેર,

રાજેશભાઈ કલાભાઈ વાઢેર અને ખેંગાર પુનાભાઈ વાઢેર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી મહિલા વધાસીયા ગામની સીમમાં આવેલ પાણીના પ્લાન્ટ પાસે ઉભા હોય ત્યારે ઉપરોક્ત આરોપીઓ મોટર સાઈકલ પર આવી પોતાના હાથમા લાકડી, પાઈપ, ધોકા જેવા હથીયારો ધારણ કરી, એકસંપ કરી ફરિયાદી મહિલા પર હુમલો કરી વાસામાં લાકડી વતી મુંઢ ઈજા કરી સાહેદ દીનેશભાઈને મુંઢમાર મારી ઈજા કરી તેમજ અન્ય સાહેદોને મુંઢ ઈજાઓ કરી આરોપીઓએ ભુંડાબોલી ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી….

જેથી આ બનાવમાં મહિલાની ફરિયાદ પરથી વાંકાનેર સીટી પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી. કલમ- ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જી.પી એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7

 

error: Content is protected !!