મહિકા સીટના મતદારોનો એક જ અવાજ, નવઘણભાઇ મેઘાણી જ અમારાં વિસ્તારના વિકાસના ભાગીદાર : ગામેગામથી નવઘણભાઇ મેઘાણીને આવકાર : વર્ષોથી લોકો વચ્ચે રહી, લોક સેવા કરતા કોંગ્રેસ ઉમેદવારને વિજય વિશ્વાસ…
મોરબી જિલ્લા પંચાયતની મહીકા સીટ પર કોંગ્રેસ ઉમેદવાર નવઘણભાઇ મેઘાણીને પોતાના મતવિસ્તારમાં ચુંટણી પ્રચાર દરમિયાન જબ્બર આવકાર મળી રહ્યો છે. કોઈ પણ પ્રકારના વાદ કે વિવાદ વગર વર્ષોથી આ વિસ્તારમાં પદ કે પ્રતિષ્ઠાની પરવાહ કર્યા વગર એક સાચા લોકસેવક તરીકે જવાબદાર સાંભળનાર કોંગ્રેસના ઉમેદવાર શ્રી નવઘણભાઈ મેઘાણીને આ વિસ્તારના લોકો જંગી બહુમતીથી વિજય બનાવવા સજ્જ થતા દેખાઇ રહ્યા છે….
એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા કોંગ્રેસ ઉમેદવાર નવઘણભાઇ મેઘાણી હાલ ખેતી-વ્યાપાર-કન્ટ્રકશન(રાજકોટ) સાથે સંકળાયેલા છે અને આ સાથોસાથ જ તેઓ 5 વર્ષ હોલમઢ ગામ ઉપ-સરપંચ તરીકે, 5 વર્ષ તાલુકા પંચાયત સદસ્ય તરીકે અને છેલ્લા 15 વરસ જિલ્લા પંચાયત સદસ્ય તરીકે સેવા આપી રહ્યા છે. તેમની લોકો વચ્ચે રહી, લોકો માટે સેવા કરવાની વૃત્તિથી તેઓ એક સાચા લોકસેવક તરીકે લોકોના હદયમાં સ્થાન પામ્યા છે. જેથી છેલ્લા પંદર વર્ષથી મહિકા વિસ્તારના લોકો તમને પોતાના પ્રતિનિધિ તરીકે ચુંટી રહ્યા છે, જે તેમનો પ્લસ પોઈન્ટ છે..
નવઘણભાઇ મેઘાણી અગાઉ રાજકોટ જિલ્લા પંચાયત ચેરમેન તરીકે, રાજકોટ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. લાંબા સમયથી મહેનત બાદ તેમણે રાજકીય, સામાજિક અને આર્થિક ક્ષેત્રે બહોળી પ્રગતિ કરેલ હોવા છતાં તેમનો સરળ સ્વભાવ બદલાયો નથી. સમાજના દરેક નાના મોટા પ્રસંગે, લોકોના પ્રશ્ને અને મુશ્કેલીઓમાં લોકોની સાથે ઉભા રહેતા શ્રી નવઘણભાઈ મેઘાણીને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહિકા સીટ પર કોંગ્રેસનો ઉમેદવાર તરીકે આ વખતે પણ જબ્બર લોક આવકાર મળી રહ્યો છે જે તમની જીતનો વિશ્વાસ અપાવે છે…
મહિક જીલ્લા પંચાયત સીટના મતવિસ્તારમાં નવઘણભાઇ મેઘાણીની જન સંપર્ક સભામાં વાંકાનેર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી ગોહિલ સાહેબ, વાંકાનેર તાલુકા કોંગ્રેસ મહામંત્રી શ્રી મુળજીભાઈ રાઠોડ, ડાયાભાઈ સાપરા, સોમાભાઈ વાજાં, બુટાભાઈ સાપરા, ઘુઘાભાઈ ગાંડુભાઈ, લીંબાભાઈ હડાણી, ગગજીભાઈ, બેચરભાઈ હડાણી અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં અને નવઘણભાઇ મેઘાણીને જંગી બહુમતીથી વિજય બનાવવા સંકલ્પ કર્યો હતો…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/JzYzUdYXsKc1fp267P5eHs