મોરબી જીલ્લા પંચાયતની ૨૩-તિથવા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદીને ગામે ગામથી ભારે જન સમર્થન મળી રહ્યું છે. તેમની ચુંટણી સભાઓમાં બહોળી સંખ્યામાં મતદારો, સામાજિક-રાજકીય આગેવાનો હાજર રહ્યી અને તમને વિજયી બનાવવા માટે ખાત્રી આપી રહ્યા છે તેમાં ગઇકાલે તેમની પોતાના મતક્ષેત્રના વાલાસણ ગામે યોજાયેલ ચુંટણી પ્રચાર સભામાં બહોળી સંખ્યામાં મતદારો હાજર રહ્યી પોતાના વિસ્તારના વિકાસ માટે કોંગ્રેસના ઉમેદવારને જંગી બહુમતીથી વિજય અપાવવા સંકલ્પ કર્યો હતો….

તિથવા જીલ્લા પંચાયતના કોંગ્રેસી ઉમેદવાર હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદી અને પીપળીયા રાજ તાલુકા પંચાયત સીટના ઉમેદવાર રીમીબેન માહમદભાઈ કડિવારના ચુંટણી પ્રચાર માટે વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે યોજાયેલ સભામાં વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા, જીલ્લા દુધ સંઘના ડિરેક્ટર રસુલભાઈ કડીવાર, મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના મહામંત્રી ડો. રૂકમુદ્દીન માથકીયા, પીપળીયા રાજ ગામના આગેવાન જી. જી. કડીવાર, સીએ જાહીદ ગઢવારા,

તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય યુનુસ શેરસીયા, હુસેનભાઇ શેરસીયા, અમીભાઈ દલાલ, વાલાસણ ગામના આગેવાન બશીર ફતેમામદ અમનજી, યુનુસ‌ સાજી, નજુભાઈ સીપાઇ, રહિમભાઈ કડીવાર, અબુ પટોળી, હનીફ અબુજી, હુશેન પટેલ, હુશેનભાઈ ભોરણીયા સહિતના કોંગ્રેસી આગેવાનો હાજર રહી તમામ મતદારોને કોંગ્રેસ તરફ મતદાન કરી જીલ્લા-તાલુકા પંચાયતના કોંગ્રેસી ઉમેદવારોને વિજયી બનાવવા હાકલ કરી હતી…

તિથવા જીલ્લા પંચાયત સીટના કોંગ્રેસી ઉમેદવાર હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદીને ગામે ગામથી જબ્બર પ્રતિસાદ અને લોક આવકાર મળી રહ્યો છે. તમની ચુંટણી સભાઓમાં બહોળી સંખ્યામાં મતદારો હાજર રહેતા આ સીટ પર તેમની એક તરફી જીત થશે તેવો લોક જુવાળ ઉભો થયો છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/JzYzUdYXsKc1fp267P5eHs

error: Content is protected !!