વાંકાનેર તાલુકાના મેસરીયા ગામ નજીક આવેલ તળવા પાસેથી એક શખ્સને ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ગેરકાયદેસર દેશી બનાવટની જામગરી બંદૂક સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જેની સામે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરા સાહેબની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પીએસઆઇ આર. પી. જાડેજા અને સર્વેલન્સ ટીમના પેટ્રોલિંગ દરમિયાન કોન્સ્ટેબલ જુવાનસિંહ ઝાલાને મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે
વાંકાનેર તાલુકાના મેસરિયા ગામના તળવા પાસેથી આરોપી ગોબરભાઈ જીવાભાઈ ઓતરાદી (ઉ.વ. 45, રહે. ચીરોડા, તા. ચોટીલા)ને ગેરકાયદેસર દેશી બનાવટની મઝલ લોડ સીંગલ બેરવ જામગરી બંદૂક સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર તાલુકા પોલીસની આ કામગીરીમાં પીએસઆઈ આર. પી. જાડેજા, હેડ કો. મયુરધ્વજસિંહ જાડેજા, જુવાનસિંહ ઝાલા, કો. મુકેશભાઈ જીલરીયા, હરીશચંદ્રસિંહ ઝાલા, દર્શિતભાઈ વ્યાસ, અજયસિંહ ઝાલા અને અકિલભાઈ બાંભણીયા જોડાયા હતા…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/JzYzUdYXsKc1fp267P5eHs