વાંકાનેર તાલુકાના પલાસડી ગામ ખાતે રહેતા એક પરિવારની સગીર વયની દીકરીને આરોપી દ્વારા લલચાવી ફોસલાવી અપહરણ કરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવમાં પોલીસે આરોપી સામે અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પલાસડી ગામ ખાતે રહેતા એક પરિવારની સગીર વયની દીકરીનું આરોપી ધર્મેશભાઇ સુરેશભાઈ પનારા (રહે. હાલ શક્તિપરા, વાંકાનેર) દ્વારા લલચાવી ફોસલાવીને અપહરણ કરી ભગાડી ગયો હોય જેથી આ બનાવમાં સગીરાની માતાની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે વિધિવત ગુનો નોંધી આરોપીને પકડી પાડવા અને સગીરાને શોધવા માટે વધુ તપાસ હાથ ધરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7