સ્થગિત રાખેલ 31 મતોની ગણતરી બાબતે નામદાર કોર્ટનો હુકમ : પંચાસીયા મંડળીના 10 અને તિથવા મંડળીના 03 મતો રદ કરાયા, બાકી પલાસ મંડળીના 18 ની ગણતરી કરી પરિણામ જાહેર કરાશે….

ગત 12 જાન્યુઆરીના રોજ વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણી માટે મતગણતરી યોજાઇ હતી જેમાં ખેડૂત વિભાગની દસ બેઠકોની મત ગણતરીમાં પંચાસીયા, તિથવા અને પલાસ ગામની મંડળીના કુલ 31 વિવાદાસ્પદ મતોને અનામત રાખી ચુંટણી પરીણામો જાહેર નહોતા કરાયા, જેમાં આ મુદ્દે કોર્ટ મેટરમાં નિર્ણય બાદ પરિણામ જાહેર કરવાના હોય જે બાદ આજે 92 દિવસ બાદ નામદાર કોર્ટે 31 મતો માટે સુનવણી હાથ ધરી છે….

બાબતે નામદાર કોર્ટ દ્વારા 31 મતોની ગુંચવણમાં પંચાસીયા મંડળીના 10 અને તિથવા મંડળીના 03 મતોને રદ ઠેરવી અને પલાસ મંડળીના 18 મતોની ગણતરી કરવાનો હુકમ જાહેર કર્યો છે. જેથી હવે આ 18 મતોની આગામી તા. 19, મંગળવારના રોજ ગણતરી હાથ ધરાયા બાદ વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચુંટણી પરિણામો જાહેર કરવામાં આવશે….

હાલ યાર્ડમાં શું સ્થિતિ છે….?

હાલ વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અત્યાર સુધીમાં થયેલ મતોની ગણતરી સુધીની સ્થિતિ જોઇએ તો વેપારી વિભાગની કુલ ચાર બેઠકોમાંથી ચારે ચાર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા છે, જ્યારે ખરીદ-વેચાણ સંઘની એક બેઠક પર પણ કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા છે, એટલે કે અત્યાર સુધીમાં કોંગ્રેસ પેનલ પાંચ બેઠકો પર વિજેતા બની છે. બાકી રહેતી ખેડૂત વિભાગની દસ બેઠકોની આંકડાકીય માયાજાળ જોઈએ તો અત્યાર સુધીમાં દસ બેઠકોમાંથી આઠ બેઠકો પર કોંગ્રેસ અને બે બેઠકો પર ભાજપ પેનલના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે જેમાં હવે બાકી રહેતાં 18 મતોની ગણતરી બાદ જ ફાયનલ પરિણામ જાહેર કરવામાં આવશે…

નવી બોડીની જાહેરાત સુધી યાર્ડમાં વહીવટદાર મુકાયા…

હાલ વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચાલુ બોડીની મુદ્ત પૂરી થઈ ગઈ હોય અને નવી ચુંટણીના પરિણામો પણ બાકી હોય જેથી જ્યાં સુધી ફાયનલ ચુંટણી પરિણામો જાહેર ન થાય અને યાર્ડની નવી બોડીની રચના કરવામાં ન આવે ત્યાં સુધી વાંકાનેર માર્કેટિંગ યાર્ડના વહિવટ માટે વહીવટદાર તરીકે સુરેન્દ્રનગરના એ. ડી. આર. બિમલ પટેલની નિમણૂક કરવામાં આવી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7

error: Content is protected !!