શુક્રવાર સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ ન વધારી સીએનજી અને ગેસના બાટલાને નિશાને લીધા, મોંઘવારીના મારથી જનતા બે હાલ….

કેન્દ્ર સરકાર દ્વારા આજે આમ નાગરિકોને વધુ એક ડામ આપ્યો છે જેમાં કોમર્શિયલ રાંધણ ગેસના બાટલે એક ઝાટકે રૂ. 250નો વધારો ઝીંકવામાં આવ્યો છે સાથે જ ગુજરાતમાં અદાણી ગેસ દ્વારા એક સાથે સીએનજીના ભાવમાં રૂ. 5નો વધારો કરવાની જાહેરાત કરી છે. આ સમાચાર સાંભળતા જ આમ નાગરિકોને ઝટકો લાગ્યો છે….

સિલિન્‍ડરના નવા દરો આજે જાહેર કરવામાં આવ્‍યા છે. જેમાં એલપીજી ગેસ સિલિન્‍ડર એક જ ઝાટકે ૨૫૦ રૂપિયા મોંદ્યુ થઈ ગયું છે. આ વધારો ઘરેલુ એલપીજી સિલિન્‍ડરમાં નહીં પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરમાં થયો છે. તેથી સ્‍થાનિક એલપીજી સિલિન્‍ડર ગ્રાહકોને હાલ માટે રાહત મળી છે. કારણ કે, માત્ર ૧૦ દિવસ પહેલા જ ઘરેલુ એલપીજી સિલિન્‍ડરના ભાવમાં વધારો કરવામાં આવ્‍યો હતો, જયારે ૨૨ માર્ચે કોમર્શિયલ સિલિન્‍ડર સસ્‍તો થયો હતો…

નનવા નાણાકીય વર્ષના આજે પ્રથમ દિવસે આમ નાગરિકોને પડેલ બીજા ફટકામાં સીએનજીની કિંમતમાં તોતિંગ વધારો કરી દેવામાં આવ્‍યો છે. જોકે, આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ જ વધારો કરવામાં આવ્‍યો નથી. અમદાવાદમાં અદાણી ગેસ તરફથી સીએનજીની કિંમતમાં એક સાથે પાંચ રૂપિયાનો વધારો થયો છે. આ સાથે જ અમદાવાદમાં સીએનજીનો નવો ભાવ ૭૯.૫૯ રૂપિયા થયો છે. અમદાવાદમાં સીએનજીનો જૂનો ભાવ ૭૪.૫૯ રૂપિયા હતો….

વડોદરા ૭૬.૮૪ પ્રતિ કિલોગ્રામ, પોરબંદર ૮૨.૫૯ પ્રતિ કિલોગ્રામ, ખેડા ૮૦.૫૯ પ્રતિ કિલોગ્રામ, સુરેન્‍દ્રનગર ૮૦.૫૯ પ્રતિ કિલોગ્રામ, અમદાવાદ ૭૯.૫૯ પ્રતિ કિલોગ્રામ, નવસારી ૮૦.૫૯ પ્રતિ કિલોગ્રામ થયો છે…..

આમ નાગરિકોને પેટ્રોલ-ડિઝલમા દિનપ્રતિદિન સતત પડી રહેલ ફટકાઓમાં સરકારી ઓઇલ કંપનીઓએ છેલ્લા દસ દિવસમાં પેટ્રોલની કિંમતમાં ૬.૪૦ રૂપિયાનો વધારો કર્યો છે. દિલ્‍હીમાં પેટ્રોલની કિંમત ૧૦૨ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત ૧૧૭ રૂપિયા પ્રતિ લીટર પહોંચી છે. જેના કારણે મોંઘવારીથી આમ જનતા બેહાલ બની છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS

 

error: Content is protected !!