વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસીયા ફાટક પાસે એક અજાણ્યો પુરુષ દાઝી ગયેલ હાલતમાં મળી આવ્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતાં બનાવ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસીયા ફાટક પાસે એક અજાણ્યો પુરુષ જેની ઉંમર 50 વર્ષની આસપાસ હોય તે ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો, જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો…
જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી બનાવમાં મૃતકની ઓળખ અને બનાવ હત્યા છે કે આત્મહત્યા સહિતની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2