વાંકાનેર : ઢુવા નજીકથી 20 પેટી વિદેશી દારૂ ભરેલી બોલેરો ઝડપાઇ, ડ્રાઈવર ફરાર….

0

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક પોલીસ ટીમના નાઈટ પેટ્રોલીંગ દરમિયાન ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી એક બોલેરો કારને રોકવાનો ઈશારો કરતા આગળ જઇ ડ્રાઇવર કાર રેઢી મૂકી ફરાર થઈ ગયો હતો જેમાં પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી 20 પેટી વિદેશી દારૂની મળી આવી હતી જેથી પોલીસે દારૂનો જથ્થો અને ગાડી કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હોળી-ધુળેટીના તહેવાર નિમિત્તે પોલીસ સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત પીએસઆઇ પી.જી.પનારા તથા સર્વેલન્સ ટીમના વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક નાઇટ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ત્યાંથી એક બોલેરો ગાડી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક પોલીસે તેને ઉભી રાખવા સંકેત કરતા વાહન ચાલક તથા સાથેનો ઇસમ પોલીસને જોઈ જતા વાહન રેઢુ મુકી નાશી ગયેલ હતા….

જેથી પોલીસ ટીમે આ બોલેરો પીકઅપ નં. GJ 3 AZ6104ની તલાશી લેતા તેમાં શાકભાજીના ખાલી કેરેટની આડમાં ભારતીય બનાવટની પરપ્રાતીય ઇંગ્લીશ દારૂ મેકડોવેલ્સ નંબર-1 ની 20 પેટી બોટલ નંગ 240 જેની કી. રૂ. 90,000 મળી આવતા પોલીસે બોલેરો ગાડી અને વિદેશી દારૂ સહિત કુલ રૂ. 3,90,000નો મુદ્દામાલ કબ્જે કરી ફરાર વાહન ચાલક તથા સાથેના ઇસમ વિરૂધ્ધ પ્રોહિબિશન એક્ટ અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

પોલીસ ટીમની આ કામગીરીમાં ઇન્ચાર્જ પીએસઆઇ પી.જી.પનારા, હેડ. કો. મયુરધ્વજસિંહ જાડેજા, ચમનભાઇ ચાવડા, જુવાનસિંહ ઝાલા, કો.હરીચંદ્રસિંહ ઝાલા, મુકેશભાઇ જીલરીયા તથા અજયસિંહ ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2