વાંકાનેર શહેર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આયોજીત કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં જાગૃત નાગરિકો, આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્યા….
વાંકાનેર શહેર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગઇકાલના ૧૫ માર્ચ, વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની વાંકાનેર મામલતદાર કચેરી ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિશ્વ ગ્રાહક સુરક્ષા સપ્તાહ અંતર્ગત ગ્રાહકો માં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો…
વાંકાનેર મામલતદાર કચેરી ખાતે યોજાયેલ ગ્રાહક સુરક્ષા સેમિનારમાં મુખ્ય અતિથિ તરીકે વાંકાનેર પ્રાંત અધિકારી શ્રી હાજર રહ્યા હતા સાથે જ વાંકાનેર મામલતદાર સાહેબ, રમાબેન માવાની, રામજીભાઈ માવાની, ડો. સાજીદ પાસલીયા, લાલજીભાઈ મહેતા, પ્રજ્ઞેશભાઈ પટેલ સહિતના હાજર રહી અને ગ્રાહક સુરક્ષા વિશે નાગરિકોને માહિતી આપી હતી…
આ તકે વાંકાનેર ગ્રાહક સુરક્ષા મંડળના સભ્યો બિપીનભાઈ દોશી, સરફરાઝભાઈ મકવાણા, કિશોરભાઈ ગોસ્વામી, ગફારભાઈ મંત્રી, ઋષિ જોબનપુત્રા, વિશ્વેશભાઈ પંડ્યા સહિતના સભ્યોનું હાજરી મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2