વાંકાનેર શહેરના પુલ દરવાજા ચોક પાસેથી પસાર થતાં એક યુવાન પર બે શખ્સો દ્વારા અગાઉ આરોપીના પારિવારિક ભાઈ સાથે થયેલા ઝઘડાનો ખાર રાખી હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં યુવાનની ફરિયાદ પરથી વાંકાનેર સીટી પોલીસે બે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી હસનભાઇ ઈશાભાઇ જીંદાણી (ઉ.વ.૩૨, રહે. સિપાઈ શેરી, વાંકાનેર)એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી પોતે વાંકાનેર શહેરના પુલ દરવાજા ચોક પાસે હોય ત્યારે આરોપી ઘનશ્યામભાઈ ઉર્ફે ઘનો મોહનભાઈ ભરવાડ અને અનિલભાઈ બુટાભાઈ લામકા (રહે. ભરવાડપરા, વાંકાનેર)એ ત્યાં આવી ચારેક વર્ષ પહેલા ફરિયાદીને આરોપીઓના કૌટુંબિકભાઈ રણછોડભાઇ ભરવાડ સાથે ઝઘડો થયો હોય,
જે બાબતનો ખાર રાખી ફરિયાદી સાથે માથાકૂટ કરી ઘનશ્યામભાઈએ લોખંડના પાઇપ વડે અને અનિલભાઈ લોખંડના કેરિયર વડે હુમલો કરી માર માર્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેથી આ બનાવમાં યુવાનની ફરિયાદ પરથી વાંકાનેર સીટી પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2