વાંકાનેર શહેર નજીકથી પસાર થતા રેલ્વે ટ્રેક પર શક્તિપરા પાસે ટ્રેનની હડફેટે આવી જતાં એક યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર રેલવે પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક શક્તિપરા સોસાયટી વિસ્તારના રહેતા મહીપતભાઈ મનુભાઈ નગવાડીયા (ઉ.વ.૨૭) નામનો યુવાન વાંકાનેર રેલ્વે સ્ટેશન નજીક શક્તિપરા પાસે કોઈ કારણસર ત્યાંથી પસાર થતી ટ્રેન હડફેટે આવી જતાં તેનું મોત થયું હતું, જે બાદ સાંજના ત્યાં કામ કરતા રેલ્વે કર્મચારીઓને યુવાનનો મૃતદેહ રેલ્વે ટ્રેક પર પડ્યો હોવાનું જણાતાં તેમણે રેલ્વે પોલીસને જાણ કરી હતી, જેથી રેલ્વે પોલીસે યુવકના મૃતદેહ પીએમ અર્થે ખસેડી બનાવી વધુ તપાસ હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2