મોરબી જિલ્લા પોલીસ વડાએ ગઈકાલ સાંજના બદલીનો ઘાણવો ઉતારી પોલીસ વિભાગમાં ધરખમ ફેરફારો કર્યા છે. જેમાં તેમણે જિલ્લાના 4 પીઆઇ, 5 પીએસઆઇ અને 24 પોલીસ કર્મચારીની આંતરીક બદલીના આદેશો આપ્યા છે. એલસીબી પીઆઇ વી.બી.જાડેજાને ટ્રાફિક શાખામાં, જ્યારે લિવ રિઝર્વમાં રહેલા પીઆઇને સિટી બી ડિવિઝનમાં પોસ્ટિંગ અપાયું છે. આ તમામને જૂની જગ્યાએથી તાત્કાલિક છુટા થવાનો હુકમ પણ આપ્યો છે….
મોરબી જિલ્લા ફરજ બજાવતા ચાર પીઆઇ જેમાં એલસીબી પીઆઇ વી. બી. જાડેજાની ટ્રાફિક શાખા, મોરબી તાલુકાના એમ. આર. ગોઢાણીયાની એલસીબી, મોરબી સિટી બી ડિવિઝનના વી. એલ. પટેલની મોરબી તાલુકા અને લિવ રિઝર્વમાં રહેલા પી. એ. દેકાવડિયાની મોરબી સિટી બી ડિવિઝનમાં બદલી કરવામાં આવી છે…
આ સાથે પાંચ પીએસઆઈ જેમાં માળિયાના એન.એચ. ચુડાસમાંની એલસીબી શાખા (આર્થિક ગુના નિવારણ), વાંકાનેર સિટીના બી. ડી. જાડેજાની માળિયા, માળિયાના વી. બી. રાયમાંની મોરબી સિટી બી ડિવિઝન, મદદનીશ પોલીસ અધિક્ષક કચેરીના એન. એ. શુક્લાની વાંકાનેર સીટી, મોરબી સિટી બી ડિવિઝનના એમ. પી. સોનારાની મોરબી સિટી એ ડિવિઝનમાં બદલી કરવામાં આવી છે….
બીજી તરફ 24 પોલીસ કર્મચારીઓની પણ બદલી થઈ છે. જેમાં મોરબી સિટી એ ડિવિઝનમાં ફરજ બજાવતા બળદેવસિંહ જાડેજાની વાંકાનેર સિટી, રણજિતસિંહ રાઠોડને હળવદ, મહેન્દ્રકુમાર ગઢવીની ટ્રાફિક શાખા, આરઝુબેન ઓડેદરાની હેડ ક્વાર્ટર, નારણભાઈ લાવડીયાને વાંકાનેર સિટી, મોરબી સિટી બી ડિવિઝનમાં ફરજ બજાવતા ચમનભાઈ ચાવડાની વાંકાનેર તાલુકા, દેવશીભાઈ મોરીની મોરબી તાલુકા,
મોરબી તાલુકામાં ફરજ બજાવતા પ્રદીપસિંહ ઝાલાની વાંકાનેર સિટી, નગીનદાસ નિમાવતની વાંકાનેર સિટી, વાંકાનેર સિટીમાં ફરજ બજાવતા વિપુલકુમાર ફૂલતરિયાની મોરબી સિટી એ ડિવિઝનમાં, વિજયદાન ગઢવીની મોરબી સિટી એ ડિવિઝનમાં, ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા ધવલ ભાગીયાની ટંકારા, દેવાયતકુમાર રાઠોડની મોરબી સિટી બી ડિવિઝન, પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા રઘુવીરસિંહ મોરીની વાંકાનેર સિટી, બ્રિજરાજસિંહ ઝાલાની વાંકાનેર તાલુકા,
રતિલાલ ગરચરની માળિયા, યુવરાજસિંહ જાડેજાની મોરબી તાલુકા, જયવંતસિંહ ગોહિલની એએચટીયુ, ટંકારામાં ફરજ બજાવતા શૈલેષભાઇ હૈણની મોરબી સિટી બી ડિવિઝન, હિતેશ કુમાર ચાવડાની મોરબી સિટી એ ડિવિઝન, જયદેવસિંહ ઝાલાની માળિયા, ક્યુઆરટીમાં રહેલા જયેશ માણસૂરિયાની વાંકાનેર તાલુકા, માળિયામાં ફરજ બજાવતા સંજયભાઈ સામતીયાની હળવદ અને એલસીબીમાં ફરજ બજાવતા સંજયભાઈ મૈયડની ટંકારામાં બદલી કરવામાં આવી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/HhUUwG5FSw3I2EgxB9bA1W