સોસીયલ મિડિયા એકાઉન્ટ પર પોલીસની ચાંપતી નજર : ઇન્સ્ટ્રાગ્રામમાં સ્ટેટસ મુકવા બાબતે બોલાચાલી કરતાં હિન્દુ-મુસ્લિમ યુવાન સામે પોલિસે કરી કાર્યવાહી…
વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા એક કોળી સમાજના છોકરા તથા મીલપ્લોટના મુસ્લીમ સમાજના છોકરા વચ્ચે ઇન્સ્ટ્રાગ્રામમાં સ્ટેટસ મુકવા બાબતે બોલાચાલી થયેલ હોય જેથી આ બાબતની સ્થાનિક પોલીસને જાણ થતાં જ પોલીસે તુરંત એક્સન લઇ અને શાંતિ ડહોળાવાનો પ્રયાસ કરનાર બંને યુવકો સામે પોલીસે તાત્કાલિક કાર્યાવહી કરી હતી….
અમદાવાદ જીલ્લાના ધંધુકા મુકામે હત્યાનો બનાવ બનેલ હોય જેના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત ન પડે તે માટે વાંકાનેરના પીઆઇ એન. એ. વસાવા તથા સ્ટાફના માણસો વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેટ્રોલીંગમાં હોય જે દરમ્યાન ધંધુકાના હત્યાના બનાવ બાબતે અમુક આવારા તત્વો ધ્વારા જાહેરસુલેહ શાંતી તથા શાંતી ડહોળવાનો અને કોમ કોમ વચ્ચે વૈમનસ્ય પેદા કરવા માટે સોશ્યલ મીડીયા ઉપર ભડકાઉ અને શાંતી ભંગ કરે તેવી પોસ્ટો મુકી હતી અને જાહેરશાંતીને ડહોળવાનો પ્રયાસ કરતા હોવાનુ પોલીસને ધ્યાનમાં આવ્યું હતું…
જેથી વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા કોળી સમાજનો છોકરો તથા મીલપ્લોટના મુસ્લીમ સમાજનો છોકરા વચ્ચે ઇન્સ્ટ્રાગ્રામમાં સ્ટેટસ મુકવા બાબતે બોલાચાલી થયેલ હતી જે બાબતે ફરીયાદી તેમજ સામાવાળાને શોધી કાઢી સાચી હકીકત જાણીને સામાવાળા વિરૂધ્ધ કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી….
આ સાથે જ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુલેહશાંતી જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સતત સક્રિય હોય તેમજ હાલની પરીસ્થતિને ધ્યાનમાં રાખીને મોરબી જીલ્લા સાયબર સેલ તથા મોરબી જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન દ્વારા સોશ્યલ મીડીયા સાઈટ ઉપર બાજનજર રાખવામાં આવી રહેલ છે અને જો કોઈ આવી પ્રવૃતિ કરતા માલુમ પડશે તો તેઓના વિરૂધ્ધ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ તંત્રે સજ્જતા દર્શાવી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/HhUUwG5FSw3I2EgxB9bA1W