નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી દ્વારા વિશેષ પરિક્ષાનું આયોજન કરાયું : એક થી વધુ વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકશે : તા. 01 થી 10 ફેબ્રુઆરી દરમિયાન ઓનલાઇન ફોર્મ ભરી શકાશે…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ જેઓ વર્ષ 2010થી 2015 સુધીમાં પ્રથમ વર્ષમાં એડમિશન લીધેલ હોય અને સેમેસ્ટર 1 થી 6માં ફેઈલ થયેલ હોય તેવા ગ્રેજ્યુએશન લેવલના રેગ્યુલર વિદ્યાર્થીઓને પરીક્ષા માટેની વધુ એક તક આપવામાં આવી રહી છે. જેમાં એકથી વધુ વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકશે જેના માટે આગામી તા. 01થી 10 ફેબ્રુઆરી દરમિયાન પરીક્ષાનું ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષ 2010થી 2015 દરમિયાન સ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા પરીક્ષાર્થીઓ માટે આ પરીક્ષાનું આયોજન કરેલ છે, જેના પરિપત્ર મુજબ BA, BA (ID), BJMC, BLIB, BSW, લો સ્ટ્રિમમાં LLB, BA (LLB), બિઝનેસ મેનેજમેન્ટ સ્ટ્રિમમાં BBA, કોમર્સ સ્ટ્રિમમાં B.Com, B.Com (Comp. Sci.), સાયન્સ સ્ટ્રિમમાં BCA, B.Sc, B.Sc (Bio-Info), B.Sc (IT), પરફોર્મિંગ આર્ટસ સ્ટ્રિમમાં BPA, B.Sc (HS) તેમજ રૂરલ સ્ટડીઝમાં BRS કોર્ષમાં ફક્ત 2016 પહેલાના (2010થી 2015 સુધી)એનરોલ થયેલ જ વિદ્યાર્થીઓ જેઓ કોઈ કારણસર નાપાસ થયેલ હોય તેમના માટે વિશેષ પરિક્ષા નું આયોજન કરવામાં આવ્યું છે…

વર્ષ 2016 પહેલાના (2010થી 2015 સુધીના) એનરોલમેન્ટ થયેલ જ વિધાર્થીઓનાં પરીક્ષા ફોર્મ સંસ્થાનાં લોગઈન મારફત એનરોલમેન્ટ/એન્વીસ્ટમેન્ટ નંબર દાખલ કરી પ્રિ-પ્રિન્ટેડ ફોર્મ ડાઉનલોડ/પ્રિન્ટ કરવાનો રહેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિપત્ર મુજબની ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની કાર્યવાહી કોલેજ/સંસ્થા દ્વારા પોતાનાં લોગઇન મારફત પુર્ણ કરવાની રહેશે…

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2010થી 2015 સુધીના 1થી વધુ વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકશે, પરીક્ષા માટે વિષયોની મર્યાદા આપવામાં આવી નથી. તેમજ આ પરીક્ષા કોઈપણ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ આપી શકશે. વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપવા માટે જે કોલેજમાં અભ્યાસ કર્યો હોય તે કોલેજનો સંપર્ક કરવાનો રહેશે…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ…👇🏻

https://chat.whatsapp.com/HhUUwG5FSw3I2EgxB9bA1W

error: Content is protected !!