જેતપરડા ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ પદે ઝાલા ઇન્દ્રજીતસિંહ વનરાજસિંહની સતત ત્રીજી વખત વરણી : પાજ ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ પદે રોશનબેન સીપાઈની વરણી….

 

વાંકાનેર તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોની તાજેતરમાં જ ચુંટણી યોજાઈ હતી જેમાં હાલ વિવિધ ગામોમાં ઉપસરપંચોની વરણી કરવામાં આવી રહી છે જેમાં વાંકાનેર તાલુકાના પાજ અને જેતપરડા ગ્રામ પંચાયતમાં પણ આજે મળેલ પ્રથમ બેઠકમાં ઉપસરપંચોની બિન હરીફ વરણી કરવામાં આવી છે…

વાંકાનેર તાલુકાના જેતપરડા ગ્રામ પંચાયતમાં ચૂંટણી બાદ આજે પ્રથમ મીટિંગ મળી હતી જેમાં ઉપસરપંચની વરણી માટે પ્રક્રિયા હાથ ધરતાં ગ્રામ પંચાયતના સભ્ય ઝાલા ઇન્દ્રજીતસિંહ વનરાજસિંહનું એકનું જ ઉપસરપંચ પદ માટે ફોર્મ ભરાતા જેતપરડા ગ્રામ પંચાયતના ઉપસરપંચ પદે તેમની બીન હરીફ વરણી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઈન્દ્રજીતસિંહના પિતાએ પણ ગામના વિકાસ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી હોય જે બાદ તેમના પુત્ર પણ ગામના વિકાસ માટે સતત ઉત્સુક રહેતા હોય જેથી તેઓ અગાઉ પણ બે ટર્મ માટે ઉપસરપંચ પદે સેવા આપી ચુક્યા છે જે બાદ આ વખતે સતત ત્રીજા મી વખતે તેમની ઉપસરપંચ પદે વરણી કરવામાં આવી છે….

આવી જ રીતે વાંકાનેર તાલુકાની પાજ ગ્રામ પંચાયતમાં પણ ચૂંટણી બાદ મળેલ પ્રથમ મીટિંગમાં ઉપસરપંચની વરણી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ઉપસરપંચ પદે માત્ર સીપાઈ રોશનબેન ઉસ્માનભાઈનું એક જ ફોર્મ ભરાતા તેઓની પણ બિનહરીફ વરણી કરવામાં આવી હતી….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Lx2QskXXZMs3SVDI5qR4Oq

error: Content is protected !!