ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસો સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં આજે રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. જેમાં 10 મહાનગરો ઉપરાંત રાજ્યના મોરબી, વાંકાનેર સહિતના વધુ 17 નગરોમાં રાત્રે 10 થી સવારે 6 સુધી રાત્રી કર્ફ્યૂ અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે….
હાલ રાજ્યમાં દસ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર, આણંદ અને નડિયાદમાં રાત્રિ કરફયુ અમલમાં છે. આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં રાજ્યના 17 નગરો સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવડ, ગોધરા, વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તા 22/01/2022થી તા. 29/01/2022 સુધી દરરોજ રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Lx2QskXXZMs3SVDI5qR4Oq